Video: આતંકી હુમલાના જવાબ માટે NSG સહિત વિવિધ સુરક્ષા દળોની કવાયત

છવ્વીસ અગિયારના મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલાં મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા મેગા મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ કવાયતમાં NSG કમાન્ડો, ભારતીય વાયુસેના, ભારતીય સેનાની ટીમો, નૌકાદળના માર્કોસ, મુંબઈ પોલીસ, ફોર્સ વન, QRT અને CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. 'સર્વત્ર પ્રતિઘાત' નામની આ કવાયતનો મુખ્ય હેતુ આતંકી હુમલા જેવી પરિસ્થિતિમાં તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદની ક્ષમતા વધારવાનો હતો. NSGના ઇન્સ્પેક્ટર જનરલ મેજર જનરલ મુકેશ કુમાર ભનવાલાએ જણાવ્યું કે, ભારત સરકારની 'પ્રહાર' નીતિમાં આતંકી ઘટનાનો ઝડપી અને પ્રમાણસર જવાબ આપવો મહત્ત્વનો આધારસ્તંભ છે. NSG આ પ્રકારની કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
જાહેરાત






