મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યૌન શોષણની ધમકી આપી સૂરજ રેવન્ના પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા, 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલના આરોપોમાં ફસાયેલા JDSના પૂર્વ સાંસદ પ્રજ્વલના ભાઈ સૂરજ રેવન્નાને

યૌન શોષણની ધમકી આપી સૂરજ રેવન્ના પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા, 2 લોકો સામે નોંધાઈ ફરિયાદ

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલના આરોપોમાં ફસાયેલા JDSના પૂર્વ સાંસદ પ્રજ્વલના ભાઈ સૂરજ રેવન્નાને યૌન શોષણના કેસમાં ખોટી રીતે ફસાવીને બ્લેકમેલ કરવાની ઘટના સામે આવી છે. હાસન જિલ્લા પોલીસે પ્રજ્વલના ભાઈ અને જેડીએસના એમએલસી સૂરજ રેવન્નાને બ્લેકમેલ કરવા બદલ બે લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ બંને જણા સૂરજ રેવન્નાને ખોટા યૌન શોષણના આરોપોમાં ફસાવવા માટે બ્લેકમેલ કરી રહ્યા હતા. સાથે 5 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. 

FIR મુજબ, સૂરજ (36) અને તેના નજીકના મિત્ર શિવકુમારે ચેતન અને તેના એક સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ લોકો સૂરજને બ્લેકમેલ કરીને ખોટા આરોપમાં ફસાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

ફરિયાદ મુજબ આ કેસમાં આરોપી ચેતને પહેલા શિવકુમાર સાથે મિત્રતા કરી હતી. આ પછી આર્થિક કારણોસર નોકરી માટે મદદ માંગી. શિવકુમારે લોકસભા ચૂંટણી દરમિયાન સુરજ રેવન્ના સાથે ચેતનની મુલાકાત કરાવી હતી. 17 જૂને ચેતને શિવકુમારને કહ્યું કે તે એક દિવસ પહેલા સૂરજ રેવન્નાના ફાર્મહાઉસ પર નોકરી માંગવા ગયો હતો પરંતુ સૂરજે મદદ કરવાની ના પાડી. આ પછી ચેતને કથિત રીતે સૂરજ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી.

આરોપ છે કે ચેતને કહ્યું કે જો તેને 5 કરોડ રૂપિયા નહીં મળે તો તે સૂરજ વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં પોલીસ ફરિયાદ કરશે. અને ધીમે ધીમે ચેતને શિવકુમારને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું. બાદમાં તેણે બ્લેકમેલની રકમ 3 કરોડ રૂપિયા અને પછી 2.5 કરોડ રૂપિયા કરી દીધી. આ બ્લેકમેઈલીંગમાં ચેતનનો સંબંધી પણ સામેલ હતો. જે ચેતનના ફોન પરથી શિવકુમારને મેસેજ કરતો હતો.

19 જૂને ચેતને ફરી એકવાર શિવકુમારને ફોન કરીને કહ્યું કે જો પૈસા નહીં મળે તો સૂરજ અને તેના પરિવારને બદનામ કરશે. આ પછીથી શિવકુમાર અને સૂરજે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. આ કેસમાં આઈપીસી કલમ 384 (ખંડણી) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો