'બાળ લગ્ન અધિનિયમ તમામ પર્સનલ લૉ પર અસરકારક રહેશે, જીવનસાથીની પસંદગી કરવી દરેકનો અધિકાર': સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે બાળ લગ્ન નિવારણ કાયદા અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદ

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે બાળ લગ્ન નિવારણ કાયદા અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ કાયદાના અસરકારક અમલીકરણ માટે અનેક માર્ગદર્શિકા બહાર પાડી હતી. SCએ કહ્યું કે, બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 2006 તમામ વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળ લગ્ન પ્રતિબંધ કાયદામાં કેટલીક ખામીઓ છે. સાથે જ એવી ટિપ્પણી કરી કે, બાળ લગ્ન જીવનસાથી પસંદ કરવાનો વિકલ્પ છીનવી લે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે, 'બાળ લગ્ન પ્રતિબંધિત કાયદાને વ્યક્તિગત કાયદાઓ બાધિત ના કરી શકાય. બાળ લગ્ન પસંદગીના જીવનસાથી મેળવવાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અધિકારીઓએ અપરાધીઓને સજા આપતી વખતે બાળ લગ્ન અટકાવવા અને સગીરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બેન્ચે કહ્યું, 'વિવિધ સમુદાયો અનુસાર નિવારક વ્યૂહરચના બનાવવી જોઈએ. આ કાયદો ત્યારે જ સફળ થશે જ્યારે બહુ-ક્ષેત્રીય રીતે સમન્વય થાય. કાયદા અમલીકરણ અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણની જરૂર છે. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે, આ બાબતે સમુદાય આધારિત અભિગમ જરૂરી છે.
વૈવાહિક બળાત્કાર કેસમાં SCએ શું કહ્યું?
'બાળ લબાળ લગ્ન પ્રતિબંધ કાયદો, 2006' સમાજમાંથી બાળ લગ્ન પ્રથા અટકાવવા માટે લાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની જગ્યા લીધી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ભારતીય દંડ સંહિતા (IPC) અને ભારતીય ન્યાયિક સંહિતા (BNS) ની એ દંડની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર નિર્ણય કરશે, જે બળાત્કારના ગુના માટે પતિને કાર્યવાહીથી પ્રતિરક્ષા પ્રદાન કરે છે. જો તે તેની પત્ની (જે સગીર નથી) તેની સાથે યૌન સબંધ બનાવવા માટે મજબૂર કરે છે. પીઠે કેન્દ્રની એ દલીલ મુદ્દે અરજદારોના અભિપ્રાય જાણવાની ઈચ્છા કરી કે, આવા કૃત્યોને સજાપાત્ર બનાવવાથી વૈવાહિક સંબંધો પર ગંભીર અસર પડશે.






