મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'CBIનો દૂરઉપયોગ કરી રહ્યું છે કેન્દ્ર', મમતા બેનરજીની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર

CBIના કથિત દૂરઉપયોગને લઇને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર

'CBIનો દૂરઉપયોગ કરી રહ્યું છે કેન્દ્ર', મમતા બેનરજીની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર

CBIના કથિત દૂરઉપયોગને લઇને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તૈયાર થયું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલને ફગાવી દીધી છે. અરજીમાં પશ્ચિમ બંગાળ સરકારે આરોપ લગાવ્યો છે કે રાજ્યના આધીન આવતી ઘટનામાં એક તરફી CBIને મોકલીને કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે છે.

બંગાળ સરકારે બંધારણની કલમ 131 હેઠળ કેન્દ્ર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બંગાળ સરકારે અરજીમાં કહ્યું કે તેમને CBIને કેસ નોંધાવવા માટે આપવામાં આવેલી સહમતિ 16 નવેમ્બર, 2018એ પરત લઇ લીધી હતી, એવામાં CBIને પશ્ચિમ બંગાળની ઘટનામાં ફરિયાદ નોંધાવવાનો અધિકાર નથી અને છતા પણ તે સતત અલગ અલગ કેસ નોંધીને તપાસ અને ધરપકડ કરે છે.

આ સમાચાર શેર કરો