મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ મતદાન બાદ વોટનો રેકોર્ડ અપલોડ કરવા સૂચના

સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચના વકીલને મતદાન મથકો પર નોંધાયેલા મતોના રેકો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ મતદાન બાદ વોટનો રેકોર્ડ અપલોડ કરવા સૂચના

સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચના વકીલને મતદાન મથકો પર નોંધાયેલા મતોના રેકોર્ડને તાત્કાલિક અપલોડ કરવા માટે ચૂંટણી પંચ પાસેથી સૂચનાઓ માંગવા જણાવ્યું છે.

દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભા ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા છે. હવે પાંચમા તબક્કાની ચૂંટણી 20 મેના રોજ યોજાવાની છે. દરમિયાન, મતદાન મથકો પર નોંધાયેલા મતોના રેકોર્ડને તાત્કાલિક અપલોડ કરવાના નિર્દેશની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચ (ECI)ના વકીલને 2024ની લોકસભામાં મતદાનના દરેક તબક્કાના અંત પછી તમામ મતદાન મથકો પર નોંધાયેલા મતોના રેકોર્ડને તાત્કાલિક અપલોડ કરવાના નિર્દેશોની માગણી કરતી ચૂંટણી પંચની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો