'નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાશે', કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં યોજાઇ સુનાવણી
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે.કોલકા

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે.કોલકાતા કાંડને લઇને સુપ્રીમ કોર્ટે ડૉક્ટર્સની સુરક્ષા પર નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે 22 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાશે- CJI
પ્રિન્સિપલે તેને સુસાઇડ ગણાવ્યું છે. પીડિત પરિવારને બોડી પણ આપવામાં નથી આવી. મોડી સાંજ સુધી FIR પણ થઇ નહતી. કોર્ટનું કહેવું હતું કે અમને ડૉક્ટરની સુરક્ષાની ચિંતા છે. કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઇ? જ્યારે 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘુસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરતી હતી. ત્યાં ઘણી ગંભીર ઘટના બની છે. અમે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગીએ છીએ. અમે એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવા જઇ રહ્યાં છીએ. કોર્ટની નજરમાં ટાસ્ક ફોર્સ બનશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા રેપ-મર્ડર કેસની ઘટના ગંભીર છે કારણ કે આ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. મહિલા ડૉક્ટર સાથે થયેલા ગુનાની ખબર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષે આત્મહત્યા ગણાવી હતી. ફરિયાદ પણ મોડી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ જાહેર કરવા પર કોર્ટ નારાજ
કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે સોશિયલ મીડિયા પર પીડિતાની ઓળખ ઉજાગર કરવામાં આવી છે, તેના શબને બતાવવામાં આવ્યું છે. CJIએ કહ્યું, દરેક જગ્યાએ અમે જોયું કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી છે જ્યારે આવું ના થવું જોઇએ. કોર્ટે પૂછ્યુ કે પ્રિન્સિપલે હત્યાને શરૂઆતમાં આત્મહત્યા કેમ ગણાવી?
આ કોલકાતા નહીં, ભારતભરમાં ડૉક્ટરોની સુરક્ષાનો મુદ્દો
કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું, 'અમે જાણીયે છીએ કે હાઇકોર્ટે ઘટનાની સુનાવણી શરૂ કરી છે પરંતુ અમે આ કેસ લીધો છે તેનું એક કારણ છે. આ મુદ્દો ભારતભરમાં ડૉક્ટરોની સુરક્ષાનો છે. આ માત્ર કોલકાતામાં એક હત્યાની ઘટના નથી. અમને ડૉક્ટર, ખાસ કરીને મહિલા ડૉક્ટર અને યુવા ડૉક્ટરોની સુરક્ષાને લઇને ચિંતા છે. અમને જાણવા મળ્યું કે ત્યાં કોઇ ડ્યૂટી રૂમ નથી. આપણે કાર્યસ્થળ પર સુરક્ષિત સ્થિતિ માટે એક રાષ્ટ્રીય સહમતિ અને પ્રોટોકોલ વિકસિત કરવો જોઇએ. અમે જાણીએ છીએ કે તે તમામ ઇન્ટર્ન, રેસિડેન્ટ ડૉક્ટર અને સૌથી મહત્ત્વપૂર્ણ મહિલા ડૉક્ટર છે. મોટાભાગના યુવા ડૉક્ટર 36 કલાક કામ કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. તપાસ એજન્સીએ ગુરુવાર સુધી આ જાણકારી આપવી પડશે. એમ પૂછવા પર કે અત્યાર સુધી શું પગલા ભરવામાં આવ્યા અને તપાસ ક્યા સુધી પહોંચી. કોર્ટે ડૉક્ટરોને હડતાળ પરત ખેચવાનું પણ આહવાન કર્યું છે.







