મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અજિત પવારના પત્ની હવે રાજ્યસભામાં જશે, NCPએ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા ઉમેદવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP અધ્યક્ષ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટા ચૂ

અજિત પવારના પત્ની હવે રાજ્યસભામાં જશે, NCPએ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા ઉમેદવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP અધ્યક્ષ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટા ચૂંટણી માટે નોમિનેશન ભર્યુ છે. તે મુંબઇમાં વિધાન ભવનમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રાજ્યસભાની આ બેઠકનો કાર્યકાળ 4 જુલાઇ, 2028 સુધી રહેશે.

લોકસભા ચૂંટણી હારી ગયા હતા સુનેત્ર પવાર

સુનેત્રા પવારે બારામતી બેઠક પરથી સુપ્રિયા સુલે સામે લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેમનો 1.5 લાખથી વધુ મતથી પરાજય થયો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ આ બેઠક ખાલી થઇ છે. NCP તરફથી સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

પ્રફુલ પટેલે આપ્યુ હતું રાજીનામું

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની બે બેઠક કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને NCPના નેતા પ્રફુલ પટેલના રાજીનામા બાદ ખાલી થઇ છે. પ્રફુલ પટેલે રાજ્યસભાની બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. પ્રફુલ પટેલે રાજ્યસભાની બેઠક પરથી રાજીનામુ આપ્યુ તે બેઠકના કાર્યકાળમાં ચાર વર્ષ બાકી હતા. ચૂંટણી પંચે ફેબ્રુઆરીમાં પ્રફુલ પટેલ દ્વારા ખાલી કરવામાં આવેલી રાજ્યસભા બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. નવી રાજ્યસભા સાંસદની ચૂંટણી રાજ્યના ધારાસભ્યો દ્વારા કરવામાં આવશે અને NCP પાસે બે સત્તા પર રહેલી સહયોગી પાર્ટી ભાજપ અને શિવસેનાની મદદથી બેઠક જીતવાની પુરી તાકાત છે. રાજ્યસભા બેઠક માટે 25 જૂને મતદાન યોજાશે. 

આ સમાચાર શેર કરો