મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની વાત: વિદ્યાર્થીઓનું વિદેશ જવું બિમારી નથી, દેશની શિક્ષણ પ્રથા બિમાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનપડેએ એવું નિવેદન કર્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ ભ

દિલ્હીની વાત: વિદ્યાર્થીઓનું વિદેશ જવું બિમારી નથી, દેશની શિક્ષણ પ્રથા બિમાર

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનપડેએ એવું નિવેદન કર્યું હતું કે દેશના વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જાય છે એ એમની માનસીક બિમારી બતાવે છે. આ બાબતે કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કટાક્ષ કર્યો છે કે ભણવા માટે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે એ કોઈ બિમારી નથી, પરંતુ દેશની શિક્ષણ પ્રથા બિમાર હોય એમ લાગે છે.

દેશની શિક્ષણ પ્રથામાં સરકારની વારંવારની દખલગીરી જોખમી છે. જયરામ રમેશે મજાકમાં કહ્યું છે કે, ૧૯૭૫માં મને પણ આ બિમારી લાગુ પડી હતી, પરંતુ બિમારી ઠીક થતા ૧૯૮૦માં હું ભારત પરત આવી ગયો હતો. વિદ્યાર્થીઓ ઘણા કારણોસર અભ્યાસ માટે વિદેશ જતા હોય છે. શિક્ષણની ગુણવત્તા પણ આમાનું એક કારણ છે. જો શિક્ષણ પ્રથામાં રાજકીય ચંચૂપાત બંધ થાય તો શિક્ષણ પ્રણાલી સુધરી શકે એમ છે.

આ સમાચાર શેર કરો