Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : storm, flood! Horrific scenes of devastation came from UP, Karnataka and Meghalaya

ક્યાંક વાવાઝોડું તો ક્યાંક જળપ્રલય! ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મેઘાલયથી આવ્યા તબાહીના ભયાનક દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
ક્યાંક વાવાઝોડું તો ક્યાંક જળપ્રલય! ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મેઘાલયથી આવ્યા તબાહીના ભયાનક દ્રશ્યો
સોર્સ : GSTV

India Weather News : ભારતના વિવિધ રાજ્યોમાં કુદરત જાણે રુઠી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ગઈકાલે રાતે યુપીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. આંધી તોફાનને કારણે અહીં મોટાપાયે નુકસાન તો થયું જ પણ સાથે મોટાપાયે જાનહાનિ પણ થઇ હતી. અત્યાર સુધીમાં યુપીમાં મૃતકાંક વધીને 89 થઇ ગયો છે. પોલીસ અને તંત્ર હાલમાં પણ લોકોની મદદ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. 

App Store

ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી

ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલા એક શક્તિશાળી વાવાઝોડા અને ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલી આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 53થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અચાનક આવેલા આ વાવાઝોડાને કારણે વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા, ઘરોને નુકસાન થયું હતું અને વીજળી તેમજ સંદેશાવ્યવહારની સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

કર્ણાટકમાં ભારે પવન સાથે વરસાદ, મેઘાલય તરફથી પાણીના ધસારાને કારણે ડેમ તૂટ્યો 

બીજી બાજુ કર્ણાટકમાં પણ ભારે પવન અને વરસાદ સાથે આફતના દૃશ્યો સર્જાયા હતા અને મેઘાલયમાં તરફથી પાણીના ધસારાને કારણે ડેમ તૂટી પડતાં બાંગ્લાદેશને પૂરની આફત સહન કરવાનો વારો આવ્યો હતો.  અનેક લોકોના ઘરો તણાઈ ગયા હતા. ડેમ તૂટી પડતાં ગામડાઓમાં પાણી ફરી વળ્યું હતું.