Video: કોચી: શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીના સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓને મળ્યા અભિનેતા પ્રકાશ રાજ,અન્યાય સામે આપ્યું સમર્થન

કેરળના કોચી સ્થિત કલાડીમાં આવેલી શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે.યુનિવર્સિટી તંત્ર દ્વારા વિવિધ મુદ્દે અવાજ ઉઠાવનાર અને પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓ પર થયેલી આ શિસ્તભંગની કાર્યવાહી અને લોકશાહી ઢંગે અવાજ દબાવવાના પ્રયાસો સામે દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.ત્યાર બોલિવૂડ અને સાઉથના દિગ્ગજ અભિનેતા તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિમાતી પ્રકાશ રાજે યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને પોતાનું મજબૂત સમર્થન જાહેર કર્યું હતું.અભિનેતાએ વિદ્યાર્થીઓના સંઘર્ષને બિરદાવીને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા.
જાહેરાત






