Video: દિલ્હી હાઈકોર્ટે ૨૦૦ કરોડના ખંડણી કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરની અપીલ પર સુનાવણી વહેલી હાથ કરવાનો લીધો નિર્ણય

સુકેશ ચંદ્રશેખરે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ એટલે કે મકોકા હેઠળ પોતાની સામે ઘડવામાં આવેલા આરોપોને હાઈકોર્ટમાં પડકાર્યા છે. અગાઉ આ મામલાની સુનાવણી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ નક્કી થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને વકીલની વિનંતીને ધ્યાનમાં રાખીને હવે આ કેસ જસ્ટિસ મિની પુષ્કર્ણા સમક્ષ ૯ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ અંતિમ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે વચગાળાની સ્ટે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ કેસ ગંભીર છે અને તેમાં અનેક આરોપીઓ સામેલ હોવાથી પ્રોસિક્યુશન દ્વારા પુરાવા નોંધવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અગાઉની તારીખ રદ કરીને ડિસેમ્બરમાં અંતિમ સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
જાહેરાત






