VIDEO: ડોડાના ભલેસામાં વાતાવરણમાં અચાનક પલટો, ભારે વરસાદ અને વાવાઝોડાથી ઠંડીનું જોર વધ્યું
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલા ભલેસા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવેલા ભલેસા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે સમગ્ર પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. પહાડી વિસ્તારોમાં તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેનાથી ઠંડીનું જોર વધ્યું છે. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપી છે. પહાડી વિસ્તારોમાં કુદરતી આફતોના જોખમને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



