Video: અયોધ્યાના રામ કથા પાર્કમાં CM યોગી આદિત્યનાથે કર્યા રામલલાના દર્શન, કર્યો પ્રતીકાત્મક રાજ્યાભિષેક

સોર્સ: gstv

દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો હતો . આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ કથા પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન શ્રી રામના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરી હતી.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન શ્રી રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો અને ત્યાં ઉપસ્થિત સાધુ-સંતોનું બહુમાન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સમગ્ર અયોધ્યા નગરી રામમય બની ગઈ હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા સંતો આ પવિત્ર ક્ષણના સાક્ષી બન્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત