મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુણેમાં શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મચી નાસભાગ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એક દુર્ઘટના સર્જાઇ છે. પુણેના શિવને

પુણેમાં શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મચી નાસભાગ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એક દુર્ઘટના સર્જાઇ છે. પુણેના શિવનેરી કિલ્લામાં ભારે ભીડ થવાથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં આ બનાવ બન્યો હતો. 

ધક્કામુક્કી બાદ મચી દોડધામ

પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના વહેલી પરોઢે આશરે 3:30 વાગ્યે બની હતી, જ્યારે મશાલ લઈને એક સમૂહ મીના દરવાજા પાસે કિલ્લાથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે ધક્કામુક્કી થઈ અને દોડધામ મચી હતી. આ દરમિયાન ત્રણ લોકો નીચે પડી જતાં તેઓને ઇજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પૂણે જિલ્લાના શિવનેરી કિલ્લામાં થયો હતો.

આ સમાચાર શેર કરો