Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Stalin was not opposed to Hindi language and Sanatan; Vijay was successful

સ્ટાલિનને હિન્દી ભાષા અને સનાતનનો વિરોધ નડ્યો; વિજય બેરોજગારીનો મુદ્દો ઉઠાવી યુવાઓને આકર્ષવામાં સફળ રહ્યા

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
સ્ટાલિનને હિન્દી ભાષા અને સનાતનનો વિરોધ નડ્યો; વિજય બેરોજગારીનો મુદ્દો ઉઠાવી યુવાઓને આકર્ષવામાં સફળ રહ્યા
સોર્સ : gstv

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ, દાયકાઓથી ચાલી આવતા DMK અને AIADMKના દબદબાને તોડીને સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ'(TVK) એ શાનદાર એન્ટ્રી કરી છે. 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે, જેની સામે વિજયની પાર્ટી 108 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ વલણો જોતા એવું લાગે છે કે વિજય પોતાની પ્રથમ ઇનિંગમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી બની શકે છે.

App Store

સ્ટાલિનની 'હિન્દી વિરોધ'ની વ્યૂહનીતિ નિષ્ફળ

મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિને આ ચૂંટણીમાં 'હિન્દી થોપવા' અને 'દ્રવિડિયન ઓળખ'ના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કેન્દ્રની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરીને પ્રાદેશિકવાદનો નરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઈ વોટિંગ પર્સન્ટેજ અને પરિણામો દર્શાવે છે કે તમિલનાડુના યુવા અને શહેરી મતદારો હવે જૂની રાજનીતિથી કંટાળી ગયા છે અને રોજગાર તેમજ સુશાસન ઈચ્છે છે. 2021માં 133 બેઠકો જીતનાર DMK આ વખતે માત્ર 60 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું દેખાય છે.

સનાતન ધર્મ પરની ટિપ્પણી પડી ભારે

DMKની હાર પાછળ તેમનુ હિન્દુ વિરોધી સ્ટેન્ડ મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા સાથે કરીને તેને નાબૂદ કરવાની વાત કરી હતી. દેશભરમાં આ નિવેદનની તીખી પ્રતિક્રિયા થઈ હોવા છતાં તેઓ પોતાના નિવેદન પર મક્કમ રહ્યા હતા. પરિણામો સૂચવે છે કે હિન્દુ મતદારોમાં આ ટિપ્પણી અને મંદિરોના સંચાલનમાં સરકારી દખલગીરીને લઈને ભારે નારાજગી હતી, જેની સીધી અસર વોટ શેર પર પડી છે.

થલાપતિ વિજયનો ઉદય અને નવો યુગ

થલાપતિ વિજયની TVK પાર્ટીએ તમિલનાડુની રાજનીતિમાં પેદા થયેલી ખાલી જગ્યાને સફળતાપૂર્વક ભરી છે. વિજયે તમિલ ગૌરવ પર તો ભાર મૂક્યો, પરંતુ કોઈ ધર્મ કે ભાષાના અતિ-વિરોધી નરેટિવથી અંતર રાખ્યું. તેમણે ભ્રષ્ટાચાર મુક્તિ અને યુવા બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા, જેના કારણે મધ્યમ વર્ગ અને યુવાનોના મત તેમની તરફ વળ્યા છે. 100થી વધુ બેઠકો પર લીડ મેળવીને વિજયે તમિલનાડુમાં 'પોસ્ટ-દ્રવિડિયન' યુગની શરૂઆત કરી દીધી છે.

રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

તમિલનાડુમાં હવે DMK-AIADMK વચ્ચેની સીધી ટક્કર ત્રિકોણીય જંગમાં ફેરવાઈ ગઈ છે. AIADMK ગઠબંધન 61 બેઠકો સાથે બીજા નંબરે છે. જો વિજય અન્યના ટેકાથી સરકાર બનાવવામાં સફળ રહેશે, તો તે તમિલ સિનેમાથી સીધા સત્તા સુધીનો એક અનોખો પ્રવાસ હશે. 2021માં 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર DMK માત્ર 5 વર્ષમાં જ એન્ટી-ઇન્કમ્બન્સી લહેરમાં વહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.