Video: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધતાં ગ્રૅપ-૨ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો

સોર્સ: gstv

લાગુ કરવામાં આવેલા નવા પ્રતિબંધો અનુસાર હોટલ અને રેસ્ટોરન્ટમાં તંદૂર સહિત કોલસા અને લાકડાના ઉપયોગ પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડીઝલ જનરેટર સેટની કામગીરી પર પણ ભારે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ખાનગી વાહનોના વપરાશને ઘટાડવા માટે પાર્કિંગ ફીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે નાગરિક સંસ્થાઓ દ્વારા એનસીઆરના રસ્તાઓ પર યાંત્રિક સફાઈની કામગીરી તેજ કરવામાં આવી છે. તેમજ ધૂળ ઉડતી અટકાવવા માટે પાણી અને ધૂળ નિવારક પદાર્થોનો છંટકાવ મોટા પાયે વધારી દેવામાં આવ્યો છે જેથી વધતા પ્રદૂષણ સામે પહોંચી શકાય

આ સમાચાર શેર કરો

જાહેરાત