મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળમાં બળાત્કારીઓને થશે મોતની સજા, જાણો મમતા સરકારે રજૂ કરેલા અપરાજિતા મહિલા બિલની ખાસ વાતો

કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરા

બંગાળમાં બળાત્કારીઓને થશે મોતની સજા, જાણો મમતા સરકારે રજૂ કરેલા અપરાજિતા મહિલા બિલની ખાસ વાતો

કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાને કારણે ઘેરાયેલી પશ્ચિમ બંગાળની સરકારે બળાત્કારીને ફાંસીની સજા આપવા માટે કાયદામાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને આજે બંગાળની વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન રજુ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવીને અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું છે. વિધાનસભામાં બિલ પાસ થઈ જતાં હવે આ બિલ રાજ્યપાલને મોકલવામાં આવશે.

અપરાજિતા મહિલા અને સગીર બિલના મુખ્ય મુદ્દાઓ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલના ત્રણ મુખ્ય મુદ્દા છે, જેમાં બળાત્કારના ગુનેગારોને કડક સજા આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે.

  • જો કોઈ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવે તો ગુનેગારને મૃત્યુદંડ આપવામાં આવશે.
  • જો કોઈ મહિલા પર બળાત્કાર થાય છે, તો આ ગુનો કરનાર ગુનેગારને આજીવન કેદની સજા થશે.
  • જો કોઈ સગીર પર બળાત્કાર થાય છે તો ગુનેગાર માટે 20 વર્ષની જેલ અને મૃત્યુદંડ બંનેની જોગવાઈ છે.

આ બિલની આ ત્રણ મોટી બાબતો છે, જે કેન્દ્ર સરકારના કાયદામાં સુધારો કર્યા બાદ રજૂ કરવામાં આવી છે. બળાત્કાર સંબંધિત કેન્દ્ર સરકારના કાયદામાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ આ નવા કાયદા દ્વારા 21 દિવસમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. જો 21 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો પોલીસ અધિક્ષકની પરવાનગી સાથે વધુ 15 દિવસનો સમય આપવામાં આવશે. આ લીસ્ટમાં દરેક રાજ્યને તેમાં સુધારો કરવાનો અધિકાર છે.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, હું સમગ્ર પશ્ચિમ બંગાળ વતી અપરાજિતા બિલનું સ્વાગત કરું છું. આ બિલને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું કે, 3 સપ્ટેમ્બર 1981ના રોજ યુએનએ મહિલાઓ સામેના અત્યાચારો સામે પગલાં લીધા અને મહિલાઓ સામેના ભેદભાવ અંગે સંમેલન શરૂ કર્યું. સીએમએ કહ્યું કે આ ઐતિહાસિક તારીખે હું આ બિલને સ્વીકારવા માટે દરેકનું સ્વાગત કરું છું.  હું પીડિતા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેની સાથે આવો ગંભીર અપરાધ થયો અને મૃત્યુ પામી છે.

સીએમએ કોલકાતા રેપ-મર્ડર કેસ અંગે કહ્યું કે, અમે દુષ્કર્મના દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરીએ છીએ. આ એક ગંભીર અપરાધ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, એ સમાજ કોઆ સમાજ ન હોઈ શકે જ્યાં મહિલાઓનું સમ્માન કરવામાં ન આવે. 

CBI પીડિતાને ન્યાય અપાવે

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટરની રેપ બાદ હત્યા કરવામાં આવી, તે સમયે હું ઝાડગ્રામમાં હતી. જ્યાં સુધી આ કેસ કોલકાતા પોલીસના હાથમાં હતો ત્યાં સુધી હું ઝાડગ્રામમાં જ હતી. ઘટનાની જાણકારી મળતા જ મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. સીએમએ એમ પણ કહ્યું કે, CBIને કેસ સોંપતા પહેલા મારે રવિવાર સુધીનો સમય જોઈતો હતો. મારી પોલીસ એક્ટિવ હતી. અમે ઈચ્છીએ છીએ કે, CBI કેસની તપાસ કરે અને પીડિતાને ન્યાય અપાવે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અપરાજિતા બિલ સર્વસંમતિથી પાસ થઈ ગયું છે. મમતા સરકારે આ બિલ રજૂ કરતાં જ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. એક તરફ મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું તો ભાજપે તેમાં સુધારાની જરૂરિયાત વ્યક્ત કરી છે. મમતા સરકાર આ બિલને આ ફોર્મમાં જ રજૂ કરવા માંગે છે.

પશ્ચિમ બંગાળ વિપક્ષ અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ બિલ શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવે. જો કે તેમણે એમ પણ કહ્યું કે મમતા સરકાર આ બિલ ઉતાવળમાં લાવી છે. ભાજપે કહ્યું અમારું બિલને સંપૂર્ણ સમર્થન છે, પરંતુ અમે નથી જાણતા કે તેને રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યપાલે શક્ય તેટલી વહેલી તકે તેના પર હસ્તાક્ષર કરે તો જલદીથી અમલમાં આવે. 

બળાત્કાર વિરોધી બિલ પર ચર્ચા કરતી વખતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે 12 કલાકની અંદર આરોપીઓને પકડી લીધા છે. અમારી સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા થવી જોઈએ. અમે તપાસ માટે વિશેષ ટીમ બનાવી હતી. સીબીઆઈને હવે આ કેસમાં ન્યાય મળવો જોઈએ. 

આ સમાચાર શેર કરો