મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દીકરો ચાલુ ટ્રેનમાંથી પડ્યો નીચે, બચાવવા માટે માતાએ દીકરીને ખોળામાં લઈ મારી છલાંગ 

અકસ્માતથી બચવા માટે ઘણી વખત લોકો ભૂલો કરે છે અને અકસ્માત મોટો બની જાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના પીલીભીતમા

દીકરો ચાલુ ટ્રેનમાંથી પડ્યો નીચે, બચાવવા માટે માતાએ દીકરીને ખોળામાં લઈ મારી છલાંગ 

અકસ્માતથી બચવા માટે ઘણી વખત લોકો ભૂલો કરે છે અને અકસ્માત મોટો બની જાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના પીલીભીતમાં કંઈક આવું જ બન્યું હતું. અહીં એક મહિલાએ પોતાના પુત્રને બચાવવા પુત્રીને ખોળામાં લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, એક મહિલાનો પુત્ર ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો, તેણે બચાવવા માટે તે પોતાની પુત્રીને ખોળામાં લઈ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી. બિસલપુર પોલીસ સ્ટેશનના પ્રભારી સંજીવ શુક્લાએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે સત્યવતી તેના 9 વર્ષના પુત્ર નિખિલ અને 5 વર્ષની પુત્રી સેજલ સાથે બિસલપુરથી શાહજહાંપુર તરફ ટ્રેનમાં જઈ રહી હતી.

દીકરાને બચાવવા ચાલતી ટ્રેનમાંથી કૂદી

'જેવી ટ્રેન સુગર મિલ પાસેના એક ગેટ પર પહોંચી કે તરત જ કોચના ગેટ પર ઊભેલા નિખિલ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને ટ્રેનની નીચે આવી ગયો. આ જોઈને સત્યવતી ગભરાઈ ગઈ અને દીકરીને ખોળામાં લઈને પોતાના દીકરાને બચાવવા ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી. પરિણામે ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

ત્રણેયને બિસલપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવાર માટે મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. શુક્લાએ જણાવ્યું કે પોલીસ બાદમાં કાયદેસરની કાર્યવાહી માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સમાચાર શેર કરો