હરિયાણા વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત થતા જ ભાજપમાંથી પડ્યા રાજીનામા
હરિયાણા વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી બહાર પડતા જ ભાજપ

હરિયાણા વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી બહાર પડતા જ ભાજપમાંથી રાજીનામાં પડવાની શરૂઆત થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.
ઉમેદવારોની જાહેરાત બાદ હરિયાણા પ્રદેશ ભાજપના કિસાન મોરચાના પ્રમુખ સુખવિન્દર શ્યોરણા, ભાજપ નેતા શમશેર ગિલએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ભાજપે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
હરિયાણા ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદી અનુસાર સીએમ નાયબ સિંહ સૈનીની બેઠક બદલી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં તેઓ લાડવા બેઠકથી ચૂંટણી લડશે હાલ તેઓ કરનાલ બેઠકથી ધારાસભ્ય છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી ચૂંટણી લડશે.
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?
હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.








