ભાજપને આ રાજ્યમાં લાગી શકે છે મોટો ઝટકો, કેટલાક સાંસદ INDIA ગઠબંધનમાં થઇ શકે છે સામેલ
TMCના સીનિયર નેતા કૃણાલ ઘોષના દાવાએ બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કૃણાલ ઘોષે દાવો કર્યો કે ભાજપના 2 સાંસ

TMCના સીનિયર નેતા કૃણાલ ઘોષના દાવાએ બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કૃણાલ ઘોષે દાવો કર્યો કે ભાજપના 2 સાંસદ 21 જુલાઇએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સામેલ થવાના છે.TMCના નેતાએ કહ્યું કે, ભાજપના બે સાંસદોએ 21 જુલાઇએ આયોજિત થનારા શહીદ દિવસ સમારંભ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઘોષે કહ્યું કે TMC પ્રમુખ મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી તમામ પાસા પર વિચાર કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.
TMCમાં સામેલ થઇ શકે છે ભાજપના સાંસદ
TMCના નેતા કૃણાલ ઘોષે કહ્યું કે, 'બે અમારા સંપર્કમાં છે, તેમને અમારો સંપર્ક કરીને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે મમતા બેનરજીના નેતૃત્વમાં કામ કરવા માંગે છે અને 21 જુલાઇના કાર્યક્રમ દરમિયાન પાર્ટીમાં સામેલ થઇ શકે છે.' TMCના નેતાએ કહ્યું કે આ સાંસદોની ઓળખ અત્યારે જાહેર કરી શકાય તેમ નથી. ઘોષે કહ્યું કે, આ સાંસદ તાજેતરમાં જ ચૂંટાયા છે માટે તૃણમૂલ નેતૃત્વએ તેમને પક્ષ વિરોધી કાયદાના દાયરામાં આવતા બચવા માટે કેટલાક સમય રાહ જોવાની સલાહ આપી છે.
મમતા બેનરજી કરશે અંતિમ નિર્ણય
કૃણાલ ઘોષે કહ્યું, 'મમતા બેનરજી અને અભિષેક બેનરજી આ મામલે અંતિમ નિર્ણય કરશે.' ભાજપના બંગાળના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કૃણાલ ઘોષના દાવાને મહત્ત્વના આપતા કહ્યું, 'કૃણાલ ઘોષ અવાર નવાર આવા નિવેદન આપે છે જેમને ગંભીરતાથી ના લેવા જોઇએ.' મજુમદારે કહ્યું, 'આવો 21 જુલાઇ સુધી રાહ જોઇએ, અમે પહેલા પણ ઘોષ જેવા નેતાઓના આ રીતના દાવા જોયા છે. તે પ્રચાર માટે આ રીતના નિવેદન આપવા માટે જાણીતા છે.' ભાજપે કહ્યું કે TMC તરફથી આવા દાવા થતા રહે છે. હવે આ લોકોની વાતોને ગંભીરતાથી ના લેવી જોઇએ.







