લોકસભા ચૂંટણી 2024: 5 વાગ્યા સુધી 57.70 % મતદાન, જાણો ક્યા થયુ સૌથી વધુ મતદાન
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ છે. આ તબક્કામાં 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ છે. આ તબક્કામાં 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. 5 વાગ્યા સુધી 57.70 % મતદાન થયું છે. બંગાળમાં સૌથી વધુ મતદાન જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ઓછું મતદાન થયું છે.
3 વાગ્યા સુધી મતદાનના આંકડા
| રાજ્ય | ટકા મતદાન |
| બિહાર | 52.24 % |
| હરિયાણા | 55.93 % |
| જમ્મુ અને કાશ્મીર | 51.35 % |
| ઝારખંડ | 61.41 % |
| દિલ્હી | 53.73 % |
| ઓરિસ્સા | 59.60 % |
| ઉત્તર પ્રદેશ | 52.02 % |
| પશ્ચિમ બંગાળ | 77.99 % |
રાષ્ટ્રપતિ-ઉપ રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીએ કર્યુ મતદાન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મતદાન કર્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ મતદાન કરવા માટે દિલ્હીના એક બૂથ પર પહોંચ્યા હતા.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
વિદેશ મંત્રીએ પણ પોતાનો મત આપ્યો. વિદેશ મંત્રી એસ જયશંકર આ પહેલા અલગ બુથ પર મતદાન માટે પહોંચી ગયા હતા જ્યા તેમને 20 મિનિટ સુધી લાઇનમાં ઉભુ રહેવું પડ્યુ હતું પણ તેમનું નામ સ્લિપમાં ના હોવાથી તે ખોટા બુથ પર આવી ગયા હોવાની જાણ થઇ હતી.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ મતદાન કર્યુ હતું
આતિશીએ લગાવ્યો આરોપ
મતદાન કર્યા બાદ AAPના નેતા આતિશીએ જણાવ્યું, "અમને ઓફિશિયલ જાણકારી મળી છે કે કાલ સાંજે LGએ દિલ્હી પોલીસના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને દિલ્હી પોલીસને આદેશ આપવામાં આવ્યો કે જે વિસ્તાર INDIA ગઠબંધનનો ગઠ છે, તે વિસ્તારમાં વોટિંગ ધીમી કરાવવામાં આવે. જો આમ થયું તો આ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું ઉલ્લંઘન હશે, માટે અમનમે આશા છે કે ચૂંટણી પંચ તેના પર એક્શન લેશે."
ગૌતમ ગંભીરે આપ્યો મત
ભારતના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે દિલ્હીમાં મતદાન કર્યું હતું.
છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10,પશ્ચિમ બંગાળ-બિહારની 8-8, દિલ્હીની સાત, ઓરિસ્સાની છ, ઝારખંડની 4 અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે.
છઠ્ઠા તબક્કામાં મુખ્ય ઉમેદવારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપના મેનકા ગાંધી, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', જગદંબિકા પાલ, પ્રવીણ કુમાર નિષાદ, નીલમ સોનકર સામેલ છે. સમાજવાદી પાર્ટી (સપા)ના મહત્ત્વના ઉમેદવારની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર યાદવ, એસપી સિંહ પટેલ, બાબુ સિંહ કુશવાહા સામેલ છે. જ્યારે કોંગ્રેસ તરફથી ઉજ્જવલ રેવતી રમણ સિંહનું નામ છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર શ્યામ સિંહ યાદવ અને કૃપા શંકર સરોજ પણ પાર્ટીના મુખ્ય ઉમેદવાર છે.
મહત્ત્વના ઉમેદવારમાં મનોજ તિવારી, કન્હૈયા કુમાર, જય પ્રકાશ અગ્રવાલ, સોમનાથ ભારતી, બાંસુરી સ્વરાજ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અનંત નાયક, અરુણ પટનાયક, સંબિત પાત્રા, મહબૂબા મુફ્તીના ભવિષ્યનું ભાવિ નક્કી થશે.







