મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારની તર્જ પર સમગ્ર દેશમાં SIR લાગુ થશે!, ચૂંટણી પંચ ઓક્ટોબરથી કરી શકે છે શરૂઆત

બિહારની તર્જ પર સમગ્ર દેશમાં મતદાર યાદી મુદ્દે SIR ઓક્ટોબર મહિનાથી શરૂ થવાની શક્યતા છે. ચૂં

બિહારની તર્જ પર સમગ્ર દેશમાં SIR લાગુ થશે!, ચૂંટણી પંચ ઓક્ટોબરથી કરી શકે છે શરૂઆત
બિહારની તર્જ પર સમગ્ર દેશમાં મતદાર યાદી મુદ્દે SIR ઓક્ટોબર મહિનાથી શરૂ થવાની શક્યતા છે. ચૂંટણી પંચ અને તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની બેઠકમાં આ મુદ્દે સંમતિ સધાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે તમામ રાજ્યોના CEO ને 30 સપ્ટેમ્બર સુધીમાં સાધનિક કાર્યવાહી અને જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા જણાવ્યું છે. મોટાભાગના રાજ્યોએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ રીતે આ કાર્યવાહી કરવા તૈયાર થઈ જશે.   ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત   બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થાય તે પહેલાં જ રાષ્ટ્રવ્યાપી SIR ની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. જોકે, અંતિમ તારીખો ત્યારે જ નક્કી કરવામાં આવશે જ્યારે તમામ રાજ્યોના ચૂંટણી અધિકારીઓ તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણીપંચને સોંપશે.   ચૂંટણી પંચ મતદાર યાદી અપડેટ કરશે   ચૂંટણી પંચનું માનવું છે કે SIR થકી માત્ર નવી મતદાર યાદી જ અપડેટ થશે એવું નહીં પરંતુ પારદર્શિતા અને ચૂંટણી પ્રક્રિયાઓમાં વિશ્વાસ પણ મજબૂત થશે. ચૂંટણી પંચે આ વિશેષ કાર્યક્રમ માટે રાજ્યોના CEO સમક્ષ SIRની તૈયારીઓ સહિત વિવિધ વિવિધ મુદ્દે સાડા ત્રણ કલાકથી વધુનું પ્રેઝન્ટેશન આપ્યું. કમિશને વિવિધ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ત્યાં યોજાનારી ખાસ સઘન સમીક્ષા માટે મતદારોની ચકાસણી માટે સબમિટ કરવાના પ્રમાણિત પ્રમાણપત્રોની યાદી તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.   રાજ્યો અનુસાર દસ્તાવેજો માંગવામાં આવશે   આ યાદી રાજ્યમાં સ્થાનિક સ્તરે માન્ય સરળતાથી ઉપલબ્ધ દસ્તાવેજો આધારિત હશે. વિવિધ રાજ્યોમાં દસ્તાવેજોના નામ અને પ્રકાર હશે. દા.ત. આદિવાસી પ્રભુત્વ ધરાવતા રાજ્યો, ઉત્તર-પૂર્વીય પડોશી રાજ્યો, સમુદ્ર તટીય રાજ્યોમાં અનેક જગ્યાએ ઓળખના ચોક્કસ પ્રમાણપત્ર હોય છે. ઘણી જગ્યાએ પ્રાદેશિક સ્વાયત્ત બોર્ડ અને સંસ્થાઓ પણ આવા પ્રમાણપત્રો જારી કરે છે.   ચૂંટણી પંચે 25 જૂનથી શરૂ થયેલી SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદી અપડેટ કરી હતી. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, 1 ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી હતી, જેમાં 7.24 કરોડ નામ નોંધાયા હતા, જે અગાઉની યાદી કરતાં 65 લાખ ઓછા નામ હતા. 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન દાવા અને વાંધા અરજીઓના આધારે કુલ 16 લાખ 56 હજાર 886 લોકોએ નવા નામ ઉમેરવા માટે અરજી કરી હતી. આ સિવાય 2,17,490 લોકોએ નામ દૂર કરવા માટે અરજીઓ સબમિટ થઈ હતી. જ્યારે 36,475 લોકોએ મતદાર યાદીમાં સુધારા માટે અરજીઓ દાખલ કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, SIR પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી કે જે મતદાતાઓને નોટિસ જારી કરવામાં આવે તેમની વાત સાંભળ્યા વિના મતદાતા પાત્રતા મુદ્દે ERO કોઈ અંતિમ નિર્ણય નહીં લે. ચૂંટણી પંચે ભરોસો આપ્યો કે કોઈ પણ મતદાતાનું નામ નોટિસ આપ્યા વિના લિસ્ટમાંથી હટાવવામાં નહીં આવે.

આ સમાચાર શેર કરો