Video: મુંબઈથી સામે આવ્યો આઘાતજનક વીડિયો

સોર્સ: gstv

મુંબઈના કુર્લા વિસ્તારમાં ચિરાગ નગરમાં યુવક-યુવતી સાથે છેડતી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ફીનિક્સ મોલ નજીક આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનનો આ વીડિયો છે જ્યાં એક કપલ ફોટો પડાવી રહ્યું હતું, ત્યારે આઠથી દસ સગીર છોકરાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. કપલે વિરોધ કરતાં સગીરોએ બંને પર હુમલો કર્યો હતો. ઘટનાના સંબંધમાં પોલીસે આઠ સગીરોને કસ્ટડીમાં લીધા છે અને તેમની સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કપલ ગાર્ડનમાં ફોટો પડાવતું જોવા મળે છે. આ દરમિયાન ત્યાં હાજર સાતથી આઠ છોકરાઓ બંને સામે અશ્લીલ ટિપ્પણીઓ કરવા લાગે છે. યુવક-યુવતીએ તેનો વિરોધ કરતાં છોકરાઓએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વીડિયોમાં એક સગીર ચંપલ જેવી વસ્તુથી યુવકને મારતો જોવા મળે છે, જ્યારે બીજો સગીર યુવતીના માથા પર દંડાથી પ્રહાર કરતો દેખાય છે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત