મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'યમલા પગલા દિવાના..' ગીતના તાલે પત્ની સાથે ઝૂમ્યા શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચ

VIDEO: 'યમલા પગલા દિવાના..' ગીતના તાલે પત્ની સાથે ઝૂમ્યા શિવરાજસિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ દિવસોમાં ખૂબ જ મસ્તીના મૂડમાં છે. શિવરાજસિંહના નાના પુત્ર કુણાલ સિંહ ચૌહાણના લગ્નમાં મોજ કરી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પત્ની સાધના આ ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત છે. જેમાંથી હલ્દી સેરેમનીના કેટલાક ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હલ્દી સેરેમનીમાં શિવરાજ સિંહ ચૌહાણ તેમની પત્ની સાથે 'જાટ યમલા પગલા દીવાના' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શિવરાજ સિંહ ચૌહાણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ૧૨ ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરતાં લખ્યું કે, કુણાલના લગ્ન પ્રસંગે સનાતન પરંપરા અનુસાર વિધિવત રીતે મંડપની સ્થાપના કરવામાં આવી. મેં, મારી પત્ની સાધના અને પુત્ર કુણાલ સાથે મળીને ષોડશોપચાર પદ્ધતિને અનુસરીને વૈદિક મંત્રો સાથે પૂજા કરી.

શિવરાજ સિંહ ચૌહાણે આગળ લખ્યું- આ પ્રસંગે, ભગવાન ગણેશ, અંબિકા અને વરુણની પૂજા સાથે અમે મંડપંગ દેવતાઓ (બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, કૂર્મ, અનંત, વરાહ, વિશ્વકર્મા અને વાસ્તુ દેવ) ની પૂજા અર્ચના કરી. મંડપના રક્ષણ માટે કુણાલના કાકા દ્વારા ત્રિસૂત્રકરણ કરવામાં આવ્યું હતું.

શિવરાજ સિંહ ચૌહાણે બીજી પોસ્ટમાં લખ્યું કે હલ્દિ વિધિનું પણ લગ્નમાં ખાસ મહત્ત્વ છે. આજે પરિવારની મહિલાઓ અને વડિલોની હાજરીમાં પુત્ર કુણાલના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખી લગ્ન જીવન માટે વિધિપૂર્વક પીઠી ચોળવામાં આવી હતી. ફોઈએ 'કંગન ડોરા' નું શુભ રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ આપ્યા. સમગ્ર કાર્યક્રમ મધુર સંગીત અને આનંદ સાથે પૂર્ણ થયો.

આ સમાચાર શેર કરો