મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શેખ હસીના ભારતમાં જ છે? ભારતીય સુરક્ષા એજન્સી રાખી રહી છે નજર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં જ રોકાવાની સંભાવના છે. કહેવામાં આવે છે કે આજે સવાર

શેખ હસીના ભારતમાં જ છે? ભારતીય સુરક્ષા એજન્સી રાખી રહી છે નજર

 બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં જ રોકાવાની સંભાવના છે. કહેવામાં આવે છે કે આજે સવારે હિંડન એરબેઝથી ઉડાન ભરનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-130 જેમાં શેખ હસીના સવાર નહતા. 

મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશ એરફોર્સનું આ વિમાન પરત બેઝમાં આવી ગયું છે જેમાં સાત સેનાના જવાન પણ સવાર હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ તેના પર બારીકાઈથી નજર રાખી રહી છે.

લંડન જઇ શકે છે શેખ હસીના

શેખ હસીના લંડન જઇ શકે છે. લંડનમાં તે પોતાના પૌત્ર સાથે સમય વિતાવશે. 

બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં ભારત

સર્વદળીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. સ્થિતિ સતત બદલાઇ રહી છે. આગળ જેવી સ્થિતિ થશે તેમ જણાવવામાં આવશે. બેઠકમાં રાહુલ ગાંધીએ બહારના કોઇનો હાથ હોવા અંગે સવાલ કર્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે બહારની તાકાતનો હાથ હોવાની વાત કરવી અત્યારે ઉતાવળભર્યું હશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, શેખ હસીનાને થોડો સમય આપવા માંગે છે કે તે શું ઇચ્છે છે.

આ સમાચાર શેર કરો