મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનું મોટું નિવેદન, MVAમાં બેઠક વહેંચણીને લઇને સધાઇ સહમતિ

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે તમામ પક્ષો ચૂંટણ

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શરદ પવારનું મોટું નિવેદન, MVAમાં બેઠક વહેંચણીને લઇને સધાઇ સહમતિ

મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. એકતરફ ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની NCPની મહાયુતિમાં બેઠક વહેંચણી મુદ્દો ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP વચ્ચે પણ બેઠક વહેંચણીનું ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાવિકાસ અઘાડીમાં ચાલી રહેલી બેઠક વહેંચણી મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના પ્રમુખ શરદ પવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

10 દિવસમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા પૂરી થશે : શરદ પવાર

શરદ પવારે (Sharad Pawar) ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi)માં બેઠક વહેંચણીની પ્રક્રિયા 10 દિવસની અંદર પૂરી થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષો (કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી) સાથે મળીને ચૂંટણી લડશે. જોકે અમારા પક્ષો કંઈ બેઠકો પર ચૂંટણી લડશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ કયા પક્ષને કેટલીક બેઠકો આપવામાં આવશે, તે અંગે હાલ વાતચીત ચાલી રહી છે.’

શેરિંગ ડીલની પ્રક્રિયા અંતિમ તબક્કામાં’

શરદ પવારે કહ્યું કે, ‘MVAના ત્રણે પક્ષના નેતાઓ સીટ શેરિંગ અંગે વાતચીત કરી રહ્યા છે અને સીટ શેરિંગ ડીલની પ્રક્રિયાને અંતિમરૂપ આપી રહ્યા છે. આગામી 10 દિવસની અંદર ત્રણે પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ડીલ પૂરી થઈ જશે અને કયા પક્ષને કંઈ અને કેટલી બેઠકો આપવામાં આવી તે પણ સામે આવી જશે અને ત્યારબાદ જ ત્રણે પક્ષો પોત-પોતાના ઉમેદવારો જાહેર કરશે.’

મહાવિકાસ અઘાડી (MVA)માં આ પક્ષ સામેલ

મહત્ત્વપૂર્ણ છે કે મહાવિકાસ અઘાડી (MVA)માં ત્રણ પક્ષ સામેલ છે જેમાં કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (UBT)નો સમાવેશ થાય છે. વર્ષ 2019 વિધાનસભા ચૂંટણી બાદ આ ત્રણેય પક્ષોએ ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના કરી હતી. જોકે, બાદમાં શિવસેના અને NCPમાં ટકરાવને કારણે MVAએ રાજ્યની સત્તા ગુમાવવી પડી હતી.

મહાયુતીમાં પણ બેઠકને લઇને ખેંચતાણ

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પોતાની પાર્ટી RPI(A) માટે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 10-12 બેઠક પર ચૂંટણી લડવાની માંગ કરી છે. આ ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે કારણ કે ભાજપ અહીં પહેલાથી જ બેઠકની વહેંચણીને લઇને ખેચતાણનો સામનો કરી રહી છે.

RPI(A) અઠવાલેએ જણાવ્યું કે તેમની પાર્ટી પોતાના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડશે અને વિદર્ભ ક્ષેત્રમાં 3-4 બેઠકોની માંગ કરશે જેમાં ઉત્તર નાગપુર, ઉમરેડ (નાગપુર), ઉમરખેડ (યવતમાલ) અને વાશિમ વિસ્તાર સામેલ છે. ભાજપ સીટ શેરિંગને લઇને પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે જ્યાં પાર્ટીની સહયોગી શિવસેના અને NCPની બેઠક વહેંચણી પર પોત પોતાની ઇચ્છાઓ અને માંગો છે.

આ સમાચાર શેર કરો