મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શરદ પવારે RSSની કરી પ્રશંસા, કહ્યું- વિધાનસભા ચૂંટણીમાં અમે...

શરદ પવારના અજિત પવાર સાથે હાથ મિલાવવાના સમાચાર વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે. મહાવિકાસ અઘાડીના બે સાથી પક્ષોએ સંઘની પ્રશ

શરદ પવારે RSSની કરી પ્રશંસા, કહ્યું- વિધાનસભા ચૂંટણીમાં અમે...

શરદ પવારના અજિત પવાર સાથે હાથ મિલાવવાના સમાચાર વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે. મહાવિકાસ અઘાડીના બે સાથી પક્ષોએ સંઘની પ્રશંસા કરી છે. એક તરફ શિવસેના જ્યારે બીજી તરફ શરદ પવારે RSSની પ્રશંસા કરી છે. સૂત્રો અનુસાર, NCP શરદ પવાર જૂથની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં હારને લઇને કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી ભાજપની મહાયુતિ સામે હારી ગઇ હતી. હવે શરદ પવારે RSSની પ્રશંસા કરી છે. શિવસેના નેતા સંજય રાઉતે પણ સંઘની પ્રશંસા કરી છે.

શરદ પવારે કરી RSSની પ્રશંસા

ચૂંટણીમાં હારની સમીક્ષા કરતા શરદ પવારે મહાવિકાસ અઘાડીની હાર માટે RSSને જવાબદાર ઠેરવ્યા હતા. શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચૂંટણીમાં સારૂ કામ કર્યું છે. ભાજપ અને સંઘના મેનેજમેન્ટને કારણે જ તેમને જીત મળી છે. સંગઠનની પ્લાનિંગ સારી હતી, તેમને ઘરે ઘરે જઇને પ્રચાર કર્યો. આ કારણે મહાયુતિને જીત મળી અને મહાવિકાસ અઘાડી જીતી શકી નહતી.

NCPમાં શું થઇ રહ્યું છે?

મહારાષ્ટ્રમાં NCPના બન્ને પક્ષને લઇને અટકળો લાગી રહી છે. અજિત અને શરદ પવારની NCPનું વિલય થઇ શકે છે. આ વચ્ચે શરદ પવારે સંઘની પ્રશંસા કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે NCP શરદ પવાર જૂથની બે દિવસીય બેઠક મુંબઇના વાય.બી.ચવ્હાણ સેન્ટરમાં મળી હતી. બેઠકના બીજા દિવસે શરદ પવારે પોતાના કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યું હતું. આ બેઠકમાં NCPના તમામ સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો: 'જાટ સમુદાયને OBCમાં સામેલ કરો', કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર

ઉદ્ધવની શિવસેનાએ પણ સંઘની કરી પ્રશંસા

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ RSSની પ્રશંસા કરી છે. સંજય રાઉતે કહ્યું કે, RSS કાર્યકર્તાની બૂથ લેવલ પર કરવામાં આવેલી મહેનતને કારણે જ ભાજપને મહારાષ્ટ્રમાં જીત મળી છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ નવા વર્ષે દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી.

આ સમાચાર શેર કરો