મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શરદ પવારે વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઇને આપ્યા મોટા સંકેત, કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ટેન્શનમાં! 

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીમાં તમામ પક્ષ લાગી ગ

શરદ પવારે વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઇને આપ્યા મોટા સંકેત, કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ટેન્શનમાં! 

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેની તૈયારીમાં તમામ પક્ષ લાગી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મહાગઠબંધનમાં સીટ શેરિંગને લઇને પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. લોકસભા ચૂંટણીમાં શરદ પવારની પાર્ટી મહાગઠબંધન સહયોગીઓની તુલનામાં ઓછી બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયાર થયું હતું પરંતુ વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ અલગ જોવા મળશે.

શરદ પવારે બે બેઠક કરી

NCPના પ્રમુખે પૂણે શહેરમાં બે બેઠક કરી હતી. પ્રથમ બેઠક જિલ્લાના પાર્ટી અધિકારીઓ સાથે હતી જ્યારે બીજી બેઠક મહાગઠબંધન અને ચૂંટાયેલા સાંસદો સાથે હતી. પ્રથમ બેઠકમાં સામેલ થયેલા પૂણે શહેર NCP પ્રમુખ પ્રશાંત જગતાપે કહ્યું કે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠક પર ચૂંટણી માત્ર એટલા માટે લડી જેથી આ સુનિશ્ચિત થઇ શકે કે શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન ટકી રહે. શરદ પવારે સંકેત આપ્યા કે વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ અલગ થવાની છે.

આ વિધાનસભા બેઠક પર ફોકસ

પ્રશાંત જગતાપે જણાવ્યુ કે, NCP પ્રમુખ શરદ પવારે પૂણે, બારામતી, માવલ અને શિરૂર લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકને લઇને વાત કરી છે. બીજી મીટિંગમાં ભાગ લેનારા એક બીજા નેતાએ જાણકારી આપતા જણાવ્યુ કે શરદ પવારે સાંસદો અને ધારાસભ્યોને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.

વિધાનસભામાં NCP કેટલી બેઠક પર ચૂંટણી લડશે?

બેઠક બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ જયંત પાટિલે મીડિયા સાથે વાત કરી હતી, તેમને કહ્યું કે હજુ સુધી આ નક્કી નથી થયુ કે તે સીટ વહેંચણીમાં કેટલી બેઠકોની માંગ કરશે. હવે જોવાનું છે કે બેઠકની વહેંચણીને લઇને ગઠબંધનમાં સામેલ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી અને કોંગ્રેસ શું વલણ અપનાવે છે. NCPના અન્ય એક સીનિયર નેતા અનિલ દેશમુખે એક સવાલના જવાબમાં કહ્યું કે મહાગઠબંધનમાં કોઇ મોટો ભાઇ અને નાનો ભાઇ નથી. અહીં બધા બરાબર છે.

અજિત પવાર જૂથના નેતાઓમાં ગભરાટ

અનિલ દેશમુખે દાવો કર્યો કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ અજિત પવારના નેતૃત્ત્વ ધરાવતા જૂથના ધારાસભ્યોમાં ગભરાટ છે અને તેમાંથી કેટલાક પાટિલ અને અન્ય NCP નેતાઓને ફોન કરી રહ્યાં છે. અનિલ દેશમુખે કહ્યું કે જોઇએ કે તેમની સાથે શું કરવું જોઇએ. લોકસભા ચૂંટણીમાં NCPએ મહારાષ્ટ્રમાં 10 બેઠકમાંથી આઠ લોકસભા બેઠક જીતી છે જ્યારે અજિત પવારના નેતૃત્વ ધરાવતા જૂથે ચાર બેઠક પર ચૂંટણી લડી હતી જેમાંથી માત્ર એક બેઠક જ જીતી છે. મહારાષ્ટ્રમાં આ સમયે ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની સરકાર છે. રાજ્યની વિધાનસભામાં પાંચ વર્ષ હલચલ જોવા મળી છે. શિવસેના બે ભાગમાં વહેંચાઇ ગઇ છે જ્યારે NCP પણ બે ભાગમાં વિખેરાઇ ગઇ છે.

આ સમાચાર શેર કરો