મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અરુણાચલમાં વાદળફાટ્યા બાદ આવેલા પૂરમાં અનેક મકાનો તણાયા

અરૂણાચલ પ્રદેશમાં આકાશી આફતો ભારે તારાજી સર્જી છે...અરુણાચલ પ્રદેશના કી પન્યોર જિલ્લામાં વા

અરૂણાચલ પ્રદેશમાં આકાશી આફતો ભારે તારાજી સર્જી છે...અરુણાચલ પ્રદેશના કી પન્યોર જિલ્લામાં વાદળફાટ અને અતિભારે વરસાદના કારણે વહેલી સવારે અચાનક ભયાનક પૂર આવતા મોટી તારાજી સર્જાઈ છે. જિલ્લાના યાઝાલી સર્કલ હેઠળ આવતા પૂસા ગામ નજીક નેપ્કો પ્રોજેક્ટ કોલોની વિસ્તારમાં પૂરના પ્રચંડ પાણી ફરી વળ્યા હતા. આ કુદરતી આફતમાં 15થી વધુ રહેણાંક મકાનો અને સ્ટાફ ક્વાર્ટર્સ સંપૂર્ણપણે ધરાશાયી થયા છે અથવા તેમને ભારે નુકસાન પહોંચ્યું છે. વરસાદના કારણે નેશનલ હાઈવે પર પણ અનેક જગ્યાએ ભેખડો ધસી પડતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સેંકડો લોકો અટવાયા છે. વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

આ સમાચાર શેર કરો