મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદનો સુભાષ બ્રિજ સંપૂર્ણપણે તોડી પડાશે

અમદાવાદના વિવાદિત સુભાષ બ્રિજને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. અગાઉ માત્ર બ્રિજના સુપ

અમદાવાદના વિવાદિત સુભાષ બ્રિજને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. અગાઉ માત્ર બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે સમગ્ર બ્રિજ સહિત પીલર પણ તોડી પાડવાની ભલામણ કરવામાં આવી છે. IIT ગાંધીનગર, IIT રૂડકી અને અન્ય બ્રિજ કન્સલ્ટન્ટ્સના નિષ્ણાતોએ સમગ્ર માળખું અસુરક્ષિત ગણાવ્યું છે. બે સ્પાન તોડ્યા બાદ હયાત ગર્ડરમાં ગંભીર તિરાડો જોવા મળતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. 60 વર્ષથી વધુ જૂનો આ બ્રિજ હવે સંપૂર્ણપણે ડિમોલિશન કરવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. સંપૂર્ણ તોડકામ માટે અંદાજે 4 થી 5 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે અંતિમ નિર્ણય તંત્ર દ્વારા લેવાશે.  

આ સમાચાર શેર કરો