'અમારા બાળકો છે, અમે સંભાળીશું', પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના ઘરે ફરી બંધાશે પારણું

સીમા હૈદરે પુષ્ટિ કરી દીધી છે કે તે ફરી એકવાર ગર્ભવતી છે અને છઠ્ઠી વખત મા બનવાની છે. પાકિસ્તાનથી ચાર બાળકોને લઈને ભાગીને ભારત આવેલી સીમા હૈદર સચિન મીણાના બીજા બાળકની મા બનવાની છે.
સીમા હૈદરે પુષ્ટિ કરી દીધી છે કે તે ફરી એકવાર ગર્ભવતી છે અને છઠ્ઠી વખત મા બનવાની છે. ચાર બાળકોને લઈને પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર સચિન મીણાના બીજા બાળકની મા બનવાની છે. આ જ વર્ષે માર્ચમાં તેણે સચિનની દીકરીને જન્મ આપ્યો હતો. સીમા હૈદરે શનિવારે પુષ્ટિ કરી કે તે સાત મહિનાની ગર્ભવતી છે. આ બાબતે સચિન અને સીમા બંને અત્યંત ખુશ છે.
સીમાએ પહેલી વખત પોતાની ગર્ભાવસ્થાની ખુલ્લેઆમ પુષ્ટિ કરી છે. આ પહેલા તેણે બે વખત આ વાત ઈશારામાં કહી હતી. સીમા હૈદરે પોતાના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, ‘મારો સાતમો મહિનો ચાલી રહ્યો છે. અમે આ પહેલા યુટ્યુબ પર નહોતું જણાવ્યું. પણ બધાને ખબર છે, ઘણી બધી વાતો કહી દીધી હતી. બધાને ખબર પણ છે.’
પાકિસ્તાની ભાભીના નામથી મશહૂર થઈ ચૂકેલી સીમાએ જણાવ્યું કે તે ફેબ્રુઆરીમાં ફરી એક વખત મા બનશે. તેણે કહ્યું, ‘મીરાનો ભાઈ કે બહેન આવવાનો છે, બે મહિના પછી, ફેબ્રુઆરીમાં.’ આ વીડિયોમાં સચિને જણાવ્યું કે સીમાના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને તેના કારણે તેને શરીરમાં દુખાવો રહે છે.
સીમા હૈદરને આ બાબતની પણ આશંકા છે કે ફરી ગર્ભાવસ્થાના સમાચાર જાણીને કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી શકે છે. સીમાએ અગાઉથી જ તેમને જવાબ આપતા કહ્યું કે તે પોતાના બાળકોનું પાલન કરી લેશે. સીમા હૈદરે કહ્યું, ‘ભગવાને અમને ફરી ખુશી આપી અને અમે તેને સ્વીકારી લીધી. ઘણા લોકો નેગેટિવ કમેન્ટ કરશે, ઘણા લોકો કંઈ પણ કહેશે. પણ આ અમારા બાળકો છે, અમે પાલન કરીશું. અમે તો ખૂબ ખુશ છીએ. પહેલા પાંચ હતા, હવે છ થઈ જશે.’
ઉલ્લેખનીય છે કે સીમા હૈદર મે ૨૦૨૩માં પાકિસ્તાનથી ભાગીને ભારત આવી હતી. સીમા પોતાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરને છોડીને ચાર બાળકો સાથે ગ્રેટર નોએડાના રબૂપુરા ગામ આવી હતી. આ ખબર ફેલાતાં પોલીસે સચિન અને સીમાની ધરપકડ કરી હતી. પછી તેમને જામીન મળી ગયા હતા. ત્યારથી સીમા સચિનના ઘરે તેની પત્ની બનીને રહે છે. સીમાએ સચિનની એક દીકરીને જન્મ આપી ચૂકી છે. હવે તે તેના બીજા બાળકને જન્મ આપશે. બીજી તરફ, સીમાનો પાકિસ્તાની પતિ પોતાના ચાર બાળકો પાછા મેળવવા કાનૂની લડત લડી રહ્યો છે. સીમા હૈદર ભારતીય નાગરિક બનવા માંગે છે અને તે માટે તેણે રાષ્ટ્રપતિ પાસે પણ અરજ કરી હતી.

