જમ્મુ-કાશ્મીર: ડોડામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને માર્યા ઠાર, સર્ચ ઓપરેશન જારી
જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અત્યાર સ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં સૈન્યદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જોકે, હજુ સર્ચ ઓપરેશન જારી છે.
ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં વિસ્તારમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ હતું. આ દરમિયાન આ આતંકીઓ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં સૈન્યદળોએ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં ત્રણ આતંકીને ઠાર મારવામાં સફળતા મળી છે.
ઉરીમાં 24 જૂને સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઉરીમાં 24 જૂને ભારતીય સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. ઘટનાસ્થળેથી શસ્ત્રો અને અન્ય સામગ્રી સાથે મૃતદેહ મળી આવ્યો હતો. આ પહેલા ઉત્તર કાશ્મીરના સોપોરમાં 19 જૂને આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.







