ડિપોર્ટ થયેલા 119 ભારતીયોને લઈને અમેરિકાની બીજી ફ્લાઇટ પહોંચી અમૃતસર
અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં પહોંચ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્

અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં પહોંચ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યુ છે. ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમા ભારતના પણ નાગરિકો છે.
અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદે વસાહતીઓમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી, ઉત્તરપ્રદેશના 3, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.
બીજી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ
1- લુહાર ધવલભાઈ કિરીટકુમાર - કલોલ
2- લુહાર રુદ્ર ધવલભાઈ - કલોલ
3- મીહિત ઠાકોર - ગુજરાત
4- પટેલ ધિરાજકુમાર કનુભાઈ - અમદાવાદ
5- ચૌધરી કનિશ મહેશભાઈ - માણસા
6- ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી - ગુજરાત
7- ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી - ગુજરાત
8- ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી - ગુજરાત
આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. તેમા ગુજરાત અને હરિયાણાના 33-33 અને પંજાબના 30 હતા. પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રુટે અમેરિકામાં ઘૂસ્યા હતા.
પંજાબમાં આ રીતે પ્લેન ઉતારવા સામે કેટલાય રાજકીય પક્ષોએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે. પંજાબના નાણાપ્રધાન હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે. પંજાબે જો કે ગેરકાયદેસરની માનવ તસ્કરીના કાંડને પકડવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમા ડિપોર્ટીઓના નિવેદનોના આધારે દસ જેટલા બનાવટી ઇમિગ્રન્ટ કન્સલ્ટન્ટોની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
ભારત આવવા 119 ગેરકાયદે વસાહતીઓને લઈને ઉપડેલી ફ્લાઇટ્સે પનામામાં રોકાણ કર્યુ હતું. પનામામાં કોઈ બીજા દેશના ગેરકાયદે વસાહતીઓને લઈને ઉતરેલી આ પ્રથમ ફ્લાઇટ હતી. પનામાએ અમેરિકાને ગેરકાયદે વસાહતીઓને મોકલવા માટે સ્ટોપઓવર તરીકેની ઓફર કરી હતી. તેમા ભારત આવનારી ફ્લાઇટ સૌપ્રથમ હતી.
પ્રથમ ફ્લાઇટમાં આ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા હતા
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22- પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24- ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25- ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.







