મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ થયો, CBIની ટીમ ચાર કલાક પછી જેલમાંથી બહાર નીકળી

કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ થયો, CBIની ટીમ ચાર કલાક પછી જેલમાંથી બહાર નીકળી

કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. CBIની ટીમ ચાર કલાકના પોલીગ્રાફ ટેસ્ટ બાદ જેલમાંથી બહાર નીકળી હતી. બીજી તરફ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારને લઇને દરોડા પાડવામાં આવી રહ્યાં છે. CBIની ટીમે પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના ઘરની પણ તપાસ કરી હતી. 6 કલાકની રેડ બાદ એક ટીમ જતી રહી હતી જ્યારે બીજી ટીમ ઘરની અંદર જ તપાસ કરતી હતી.

સંજય રોય સહિત 6 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ થયો

CBIએ મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કર્યો હતો. આ પહેલા શનિવારે આ કેસમાં છ લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

શું છે ઘટના?

CBIએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સ્થાનિક પોલીસે લેડી ડૉક્ટર પર રેપ બાદ મર્ડરની ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યાર સુધી કેન્દ્રીય એજન્સી તપાસ પોતાના હાથમાં લે ત્યાર સુધી ઘટનાસ્થળે છેડછાડ કરવામાં આવી હતી. કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટે ડૉક્ટરનો શબ મળ્યો હતો જેના પર ગંભીર ઇજાના નિશાન હતા. આ ઘટનામાં કોલકાતા પોલીસે સંજય રોયની બીજા દિવસે ધરપકડ કરી હતી.

CBIએ ક્યારે તપાસ શરૂ કરી

આ ઘટના વિરૂદ્ધ દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. કોલકાતા હાઇકોર્ટે 13 ઓગસ્ટે આ ઘટનાની તપાસ CBIને સોપી હતી અને તેના બીજા દિવસે કેન્દ્રીય  એજન્સીએ તપાસ કોલકાતા પોલીસ પાસેથી પોતાના હાથમાં લઇ લીધી હતી.

પૉલીગ્રાફ ટેસ્ટ કેવી રીતે થાય છે?

પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન વ્યક્તિ તરફથી પ્રશ્નના જવાબ આપતા સમયે એક મશીનની મદદથી તેની શારીરિક પ્રતિક્રિયાઓ માપવામાં આવે છે અને તેના દ્વારા શોધવામાં આવે છે કે તે સાચુ બોલે છે કે ખોટુ.

આ સમાચાર શેર કરો