મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : સંભલઃ ભાગીરથ તીર્થ પાસે દબાણ હટાવ્યું

ઉત્તર પ્રદેશના સંભલમાં વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગીરથ તીર્થ પાસે કરવામાં આવેલા ગેર

ઉત્તર પ્રદેશના સંભલમાં વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાગીરથ તીર્થ પાસે કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે વહીવટીતંત્રે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા દબાણને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડતી હતી અને ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવી મુશ્કેલ બની હતી. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ ન હટાવતા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સંતોષ જોવા મળ્યો છે અને હવે વિસ્તારને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો