મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડિસેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ભારત આવશે : ક્રેમલિનની સત્તાવાર જાહેરાત

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતન

ડિસેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ભારત આવશે : ક્રેમલિનની સત્તાવાર જાહેરાત

Putin India Visit: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં મળશે, જ્યાં ડિસેમ્બરમાં તેમની મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. જોકે, તે સમયે તારીખો નક્કી કરવામાં આવી ન હતી. ડોભાલે કહ્યું હતું કે ભારત-રશિયા વચ્ચે ખાસ અને લાંબા સમયથી ચાલતા સંબંધો છે, જેને બંને દેશો મહત્વ આપે છે.


રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પ ભારતથી ગુસ્સે

આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકાએ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની તેલ આયાત અંગે આ પગલું ભર્યું છે. તેમનો આરોપ છે કે ભારત ડિસ્કાઉન્ટ પર રશિયન તેલ ખરીદીને અને તેનો એક ભાગ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચીને ભારે નફો કરી રહ્યું છે. ટ્રમ્પે લખ્યું હતું કે, 'યુક્રેનમાં રશિયન મશીનરી દ્વારા કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે તેની ભારતને ચિંતા નથી.'

આ સમાચાર શેર કરો