VIDEO:"ગુલમર્ગમાં પ્રવાસીઓનો ધસારો, કુદરતી સૌંદર્યે મોહ્યા સહુને!"
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પ

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. હરિયાળા મેદાનો, બરફાચ્છાદિત પર્વતો અને મનમોહક નજારાઓ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. ઠંડુ અને ખુશનુમા વાતાવરણ ગરમીથી રાહત આપતું હોવાથી પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલમર્ગની સુંદર ખીણો અને શાંત વાતાવરણ પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવી રહ્યા છે. પર્યટકો અહીં કુદરતની નજીક રહીને વેકેશનની મજા માણી રહ્યા છે.




