મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઠાતરી-કિલોથરાન રોડ પર ભૂસ્ખલન..

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઠાતરી-કિલોથરાન રોડ પર ભૂસ્ખલન થયું છે.રસ્તા પર પહા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ઠાતરી-કિલોથરાન રોડ પર ભૂસ્ખલન થયું છે.રસ્તા પર પહાડનો કાટમાળ આવી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. માર્ગ બંધ થવાને લીધે અનેક મુસાફરો, સ્થાનિક નાગરિકો અને શાળાએ જતા નિર્દોષ બાળકો રસ્તામાં જ અટવાઈ પડ્યા છે, જેને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત સત્તાવાળાઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. હાલમાં જેસીબી મશીનો દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વહેલી તકે વાહનવ્યવહાર પૂર્વવત કરી શકાય અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય.

આ સમાચાર શેર કરો