Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Security forces launched a major search operation against terrorists in Jammu and Kashmir's Rajouri district

VIDEO: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. માંજાકોટ સેક્ટરના ગંભીર મુઘલાન વિસ્તારના ગાઢ જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે ભારતીય સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સુરક્ષા દળોએ સંભવિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને સર્ચ ઓપરેશન વધુ વેગવંતું બનાવ્યું છે. જંગલ વિસ્તાર હોવાને કારણે ડ્રોન અને આધુનિક ઉપકરણોની મદદ લેવામાં આવી રહી છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsterrorist