ભાજપ-NDAને ઓછી બેઠક મળતા કેન્દ્રમાં નેતૃત્ત્વ બદલાવની તૈયારીમાં RSS? સંઘમાંથી આ નેતા બની શકે છે વડાપ્રધાન
Lok Sabha Elections Result 2024 : વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આજે જ

Lok Sabha Elections Result 2024 : વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આજે જાહેર થયું છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ગઠબંધન NDAને 400થી વધુ બેઠકો મળશે એવો દાવો કર્યો હતો. વડાપ્રધાન મોદી સહિત ભાજપ - NDAના તમામ નેતાઓએ નારા લગાવ્યાં હતા - ‘અબ કી બાર 400 પાર’. જો કે આજે આવેલા પરિણામોએ કેન્દ્રની NDA સરકારના પાયા હલાવી નાંખ્યા છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ભાજપ અને તેના NDAના સાથી પક્ષોએ ચૂંટણી લડી, જેમાં 300 પાર બેઠકો પણ નથી મળી. ગત ચૂંટણીમાં NDA ગઠબંધનને 353 બેઠકો મળી હતી. તો આ વખતે તેમાં 63 જેટલી બેઠકો ઘટી ગઈ છે. 2019માં ભાજપને 303 બેઠકો મળી હતી, તો આ ચૂંટણીમાં ભાજપને માત્ર 150 આસપાસ બેઠકો મળી છે, એટલે કે 50 ટકા બેઠકો ઘટી ગઈ છે.
ભાજપ અને NDAને ઓછી બેઠકો મળતા હવે અંદરખાને વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વ સામે નારાજગી સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે. એક વાત એવી પણ વહેતી થઈ છે કે ભાજપ-NDAને ઓછી બેઠક મળતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-RSS કેન્દ્રમાં નેતૃત્ત્વ બદલાવની તૈયારીમાં છે. એટલે કે સંઘ નરેન્દ્ર મોદીના સ્થાને અન્ય કોઈ મોટા નેતાને વડાપ્રધાન બનાવી શકે છે.
હવે સવાલ એ ઉભો થાય કે સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા છે કે એવા કોણ મોટા નેતા છે જે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકે?
આવા મોટા નેતામાં નીતિન ગડકરીનું નામ પહેલા આવે છે. નીતિન ગડકરીનો સંઘ કાર્યકાળ ખુબ લાંબો છે અને તેઓ સંઘના હેડક્વાર્ટર નાગપુરના વતની છે અને નાગપુર લોકસભા બેઠક પર 2024ની આ લોસકભા ચૂંટણીમાં ત્રીજી વાર જીત્યા છે. હાલની ચૂંટણીમાં નીતિન ગડકરી 1,30,000થી વધુ મતે જીત્યા છે.
કેન્દ્ર સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રી પર રહેતા નીતિન ગડકરીના કામને તેમના પક્ષના અને સાથી પક્ષના નેતાઓ તો ઠીક, પણ વિરોધી પક્ષના નેતાઓ પણ વખાણી રહ્યાં છે. ‘ હાઇવે મેન ઓફ ઇન્ડીયા’ તરીકે જાણીતા થયેલા નીતિન ગડકરીના મંત્રીપદે માર્ગ અને પરિવહન મંત્રાલયે દેશમાં અનેક હાઇવે અને એક્સપ્રેસ હવે બનાવ્યાં છે.
RSSનું હેકવાર્ટર નાગપુરમાં છે અને ગડકરી નાગપુર લોકસભા બેઠકથી ત્રીજી વાર સાંસદ બન્યા છે. આ ઉપરાંત ગડકરીને સંઘના શીર્ષ નેતૃત્ત્વ સાથે પણ ઘણા સારા સંબંધો છે. આ બધા કારણોથી જો સંઘ કેન્દ્રમાં નેતૃત્ત્વ બદલશે તો ગડકરી પર જ કળશ ઢોળશે એવું કેહવાઈ રહ્યું છે.







