RSS વડા મોહન ભાગવતે કહ્યું ‘મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે’
RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે. RSS વડા મોહન ભાગવતે કહ્યું છ

RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે. RSS વડા મોહન ભાગવતે કહ્યું છે કે ‘મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સોમવારે મણિપુરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. તેને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવું પડશે.
ગયા વર્ષે 3 મેના રોજ, પહાડી જિલ્લાઓમાં કુકી સમુદાયે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મેઇટી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કર્યું હતું. જે બાદ ફાટી નીકળેલી વંશીય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે.
તેમને કહ્યું કે ચૂંટણી એ સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા છે. કોઈપણ પ્રશ્નની બંને બાજુએ સંસદમાં આગળ આવવું જોઈએ, એટલે જ આવી વ્યવસ્થા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાની ટીકા કરવી, ટેક્નોલોજીનો દુરુપયોગ કરવો અને જુઠ્ઠાણું ફેલાવવું યોગ્ય નથી. વિરોધીને બદલે વિરોધ કહેવું જોઈએ. તેમને કહ્યું કે, આપણે ચૂંટણીના ઉત્તેજનાથી પોતાને મુક્ત કરીને દેશની સામે રહેલી સમસ્યાઓ વિશે વિચારવું પડશે.
ભાગવતે કહ્યું કે, લોકશાહીમાં ચૂંટણી એ વાર્ષિક ઘટના છે. અમે અમારી ફરજ નિભાવતા રહીએ છીએ. દર વર્ષે નિભાવીએ છીએ. દરેક ચૂંટણીમાં નિભાવીએ છીએ. આ વખતે પણ નિભાવી.







