મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કરાઈબારીમાં નદીનું ધોવાણ વધ્યું

આસામના જોનાઈમાં નદીના ધોવાણને કારણે કરાઈબારી વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદી

તસવીર: gstv

આસામના જોનાઈમાં નદીના ધોવાણને કારણે કરાઈબારી વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પાણીના વધતા સ્તરને કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે, જેનાથી અનેક પરિવારોએ પોતાના ઘર અને ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. લોકોની માંગ છે કે નદીના કાંઠે તાત્કાલિક ધોરણે પાકી દીવાલ બનાવવામાં આવે જેથી કાયમી ધોરણે રક્ષણ મળી શકે. સ્થાનિકોએ સરકારને ચેતવણી આપી છે કે જો વહેલી તકે પગલાં નહીં લેવાય, તો આખું ગામ નદીમાં ગરકાવ થઈ જશે.

આ સમાચાર શેર કરો