VIDEO: અમરનાથજી યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ભીડના વ્યવસ્થાપન માટે યાત્રીઓ માટે આરએફઆઈડી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા
જમ્મુમાં શ્રી અમરનાથજી યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ભીડના વ

જમ્મુમાં શ્રી અમરનાથજી યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ભીડના વ્યવસ્થાપન માટે પ્રશાસન દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ વર્ષે તમામ યાત્રીઓ માટે આરએફઆઈડી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જમ્મુના બેઝ કેમ્પ પરથી સામે આવેલા દ્રશ્યોમાં સુરક્ષાકર્મીઓ શ્રદ્ધાળુઓને આ વિશેષ કાર્ડનું વિતરણ અને ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ ટેક્નોલોજી આધારિત કાર્ડની મદદથી દરેક યાત્રીના લોકેશનને ટ્રેક કરી શકાશે, જે કોઈપણ કટોકટીની સ્થિતિમાં કે ભીડ નિયંત્રણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવા માટે સેના અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


