Video: એસઆઈટી તપાસ અને સીસીટીવી પુરાવા દ્વારા ખુલાસો

સોર્સ: gstv

પંજાબના સરહિંદ રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી ટ્રેન પાટા પરથી ઉતારવાના કાવતરા મામલે ડીએસપી ગુરદીપ સિંહે મહત્વપૂર્ણ માહિતી આપી છે. એસઆઈટી અને પોલીસ ટીમોએ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ એકલા હાથે આ કૃત્ય આચર્યું હતું, પરંતુ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલી રહી છે. રેલવે ટ્રેક પર ભારે સિમેન્ટના થાંભલા કે સ્લીપર મૂકી મોટી દુર્ઘટના સર્જવાના પ્રયાસ પાછળનો ચોક્કસ હેતુ જાણવા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી સમગ્ર નેટવર્ક કે સંભવિત સાથીદારોનો પર્દાફાશ થઈ શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત