મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બહાદુરગઢ વિસ્ફોટમાં પરિવારના 4 સભ્યોના મોત મામલે મોટો ખુલાસો, હત્યાને આપ્યું અકસ્માતનું સ્વરૂપ

હરિયાણાના બહાદુરગઢમાં થયેલા વિસ્ફોટનું રહસ્ય ખુલ્યું છે. ઘરમાં બે વિસ્ફ

બહાદુરગઢ વિસ્ફોટમાં પરિવારના 4 સભ્યોના મોત મામલે મોટો ખુલાસો, હત્યાને આપ્યું અકસ્માતનું સ્વરૂપ

હરિયાણાના બહાદુરગઢમાં થયેલા વિસ્ફોટનું રહસ્ય ખુલ્યું છે. ઘરમાં બે વિસ્ફોટ અને ચાર લોકોના મોતના કેસમાં, એવું બહાર આવ્યું છે કે હરપાલે તેની પત્ની અને બાળકોની હત્યા કરી છે.

22 માર્ચ શનિવાર સાંજે હરિયાણાના બહાદુરગઢમાં એક ઘરમાં એક પછી એક બે જોરદાર વિસ્ફોટ થયા. વિસ્ફોટ એટલા મોટા હતા કે ચાર લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ હરપાલ નામના વ્યક્તિને પડોશીઓએ બચાવી લીધો. અકસ્માત કેવી રીતે થયો તે પોલીસ માટે રહસ્ય રહ્યું. જોકે, 24 કલાકમાં પોલીસે તપાસ બાદ સમગ્ર ખુલાસો કર્યો છે.

આરોપીની ઓળખ હરપાલ તરીકે થઈ છે, જે ઉત્તરાખંડના રુદ્રપુરનો રહેવાસી ટ્રાન્સપોર્ટર છે. મૃતકોમાં હરપાલના બે પુત્રો જસકીરત અને સુખવિંદર સિંહ, પુત્રી ચાહક કૌર અને પત્ની સંદીપ કૌરનો સમાવેશ થાય છે. બહાદુરગઢની એક હોસ્પિટલમાં તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

ઊંઘની ગોળીઓ આપીને હત્યા કરી

પોલીસ તપાસમાં જે ખુલાસો થયો છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે. ડીસીપી મયંક મિશ્રાએ રવિવારે સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાનો પર્દાફાશ કર્યો. તેમણે જણાવ્યું કે મકાનમાલિક, હરપાલ નામના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી છે. તેણે પહેલા ચારેયને ઊંઘની ગોળીઓ આપી અને પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. બધાને મારી નાખ્યા પછી તેણે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

એવું પણ શક્ય છે કે પોતાના પરિવારના સભ્યોની હત્યા કર્યા પછી હરપાલ ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરવા માંગતો હોય, પરંતુ વિસ્ફોટ પછી પડોશીઓએ દરવાજો તોડીને તેને બચાવી લીધો. પોલીસ આ મામલે હરપાલની વધુ પૂછપરછ કરશે.

આરોપી હરપાલ ડિપ્રેશનમાં હતો

પોલીસે ઘટનાસ્થળેથી 12 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટ મુજબ, આરોપી હરપાલે તેની બહેન અને સાળા પર છેતરપિંડીથી તેની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. પોલીસને જાણવા મળ્યું છે કે હરપાલ લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાતો હતો. હાલમાં આરોપી હરપાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શનિવારે સાંજે બહાદુરગઢ સેક્ટર-9 ના ઘર નંબર 312માં અચાનક બે મોટા ધડાકા થયા હોવાનું બહાર આવ્યું. વિસ્ફોટ એટલા ભયંકર હતા કે ઘરની ટાઇલ્સ પણ ઉખડી ગઈ. જ્યારે પડોશીઓએ કોઈક રીતે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે તેઓએ ત્યાં ચાર મૃતદેહ પડેલા જોયા, જ્યારે હરપાલ ઘાયલ હતો. લોકોએ તેને બચાવ્યો અને બહાર કાઢ્યો. ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ કાર્યવાહી ચાલુ છે.

આ સમાચાર શેર કરો