શહીદ કેપ્ટન અંશુમનની પત્ની સમજીને લોકોએ ટ્રોલ કરી, જાણો કોણ છે કેરલની એ મહિલા
આ મહિનાની શરૂઆતમાં શહીદ કેપ્ટન અંશુમનની વિધવા સ્મૃતિ સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કીર્તિ ચક્ર આપવામાં

આ મહિનાની શરૂઆતમાં શહીદ કેપ્ટન અંશુમનની વિધવા સ્મૃતિ સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કીર્તિ ચક્ર આપવામાં આવ્યો હતો. એ પછીથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સ્મૃતિ સિંહ તેના સાસરિયાઓ પાસેથી બધું લઈને તેના પિયર ચાલી ગઈ છે. અંશુમનના માતા-પિતાના ઈન્ટરવ્યુ પણ સામે આવ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર સ્મૃતિ સિંહ વિરુદ્ધ ટ્રોલિંગ શરૂ થઈ ગયું. જો કે, આ દરમિયાન લોકોએ સોશિયલ મીડિયા પર એક મહિલાને સ્મૃતિ સિંહ સમજીને તેને ગાળો આપવાનું શરૂ કર્યું. ઘણાં તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ટ્રોલર્સે કેરળની ફેશન ઈન્ફ્લુએન્સર રેશ્મા સેબેસ્ટિયનને સ્મૃતિ સિંહ સમજીને તેને પણ ટ્રોલ કરવા લાગ્યા.
રેશ્મા સેબેસ્ટિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી કે, તે સ્મૃતિ સિંહ નથી. ખરેખર, રેશ્મા સેબેસ્ટિયન ઇન્સ્ટાગ્રામ પર ફેશન સંબંધિત વીડિયો પોસ્ટ કરે છે અને આ પોસ્ટ્સને કારણે તેને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
સેબેસ્ટિયનને સ્પષ્ટતા આપવી પડી
રેશ્મા સેબેસ્ટિને પોસ્ટમાં લખ્યું કે, "આ સ્મૃતિ સિંહ (ભારતીય આર્મીના સૈનિક કેપ્ટન અંશુમાન સિંહની વિધવા)નું પેજ/આઈજી એકાઉન્ટ નથી. પહેલા પ્રોફાઇલ ચેક કરો. બાયોડેટા વાંચો. મહેરબાની કરીને ખોટી માહિતી અને નફરતવાળી ટિપ્પણીઓ ફેલાવવાનું ટાળો." સેબેસ્ટિને એક વ્યક્તિની ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેનો ફોટો છે અને તે વ્યક્તિ આર્મી ઓફિસરની પત્નીને ટ્રોલ કરી રહ્યો છે.
રેશમા સેબેસ્ટિયને લખ્યું કે, "આ વાહિયાત છે! સ્મૃતિ સિંહ વિશે ખોટી માહિતી ફેલાવવા માટે મારી ઓળખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું કાયદાકીય પગલાં લેવા જઈ રહી છું. એવી કોઈ પણ પોસ્ટ શેર ના કરો જેમાં તેના ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. રેશ્મા સેબેસ્ટિયન તેના પતિ અને પુત્રી સાથે જર્મનીમાં રહે છે અને હાલમાં તે કેરળના પ્રવાસે છે.
કોણ છે સ્મૃતિ સિંહ?
સ્મૃતિ સિંહ શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની છે, જેમને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. અંશુમાન સિંહ ગયા વર્ષે જુલાઈમાં ભીષણ આગમાંથી લોકોને બચાવતા શહીદ થયા હતા.







