મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પરથી આ વીડિયો હટાવો..', દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના પત્નીને ફટકારી નોટિસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કેજરીવાલની હાજર

'સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પરથી આ વીડિયો હટાવો..', દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના પત્નીને ફટકારી નોટિસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કેજરીવાલની હાજરી દરમિયાન નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ સુનીતા કેજરીવાલ સામે કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે આ અરજી બાબતે સુનીતા કેજરીવાલ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. વા

જણાવી દઈએ કે આ વીડિયો એ સમયનો છે જ્યારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે પોતે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

હાઈકોર્ટે સુનીતા સહિત તમામ પક્ષકારોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી વીડિયો ડિલીટ કરવાનું પણ કહ્યું છે. હાઈકોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ આપ્યો છે કે જે લોકોએ આ વીડિયો રીપોસ્ટ કરી છે તેને પણ ડિલિટ કરવામાં આવે. આ મામલે કેસની આગામી સુનાવણી 9 જુલાઈએ કરવામાં આવશે. 

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને અમિત શર્માની બેંચે દિલ્હી હાઈકોર્ટના વીડિયો કોન્ફરન્સિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અરજી બાબતે સુનીતા કેજરીવાલ અને સોશિયલ મીડિયા મધ્યસ્થી X, Meta અને YouTube સહિત છ લોકોને નોટિસ પાઠવી છે.

હાઈકોર્ટે સોશિયલ મીડિયા માધ્યમોને એ નિર્દેશ આપ્યો છે કે જો તેમના ધ્યાનમાં આવે કે આ વીડિયો રિપોસ્ટ કરવામાં આવ્યો છે. તો તેને હટાવી દે. અદાલત આગામી સુનાવણી 9 જુલાઈએ કરવાનું નક્કી કર્યું છે. આ અરજી વકિલ વૈભવસિંહ દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ થયા બાદ કોર્ટમાં પોતે દલિલ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જેનો વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું હતું. સુનિતા કેજરીવાલના વીડિયો અનેક લોકોએ રિપોસ્ટ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો