રતન ટાટાને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ, સોશિયલ મીડિયા પર આપ્યું હેલ્થ અપડેટ
ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન નવલ ટાટાને મુંબઈની બ્રીચકેન્ડી

ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન નવલ ટાટાને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે સવારે ઈમરજન્સી વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને આઈસીયુમાં દાખલ કરાયા હતા. હાલ તેમની તબિયત અંગે કોઈ અપડેટ બહાર આવ્યું નથી.
જણાવી દઈએ કે રતન ટાટાને મોડી રાત્રે 12.30થી 1:00 વાગ્યાની વચ્ચે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી જતાં તાત્કાલિક ICUમાં લઈ જવામાં આવ્યા હતા. બ્રીચકેન્ડી હોસ્પિટલાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શારુખ અસ્પી ગોલવાલાની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે.
રતન ટાટાએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી કહ્યું કે, હું માત્ર રૂટિન ચેકઅપ માટે જ આવ્યો છું. હાલ મારી તબિયત ખરાબ હોવાની અટકળો માત્ર અફવા છે. મારી ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં મેડિકલ ચેકઅપ માટે આવ્યો છું. તમારા સૌની ચિંતા અને લાગણીને માન આપું છું.






