મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિ મુર્મુ પરની ટિપ્પણી અંગે રાષ્ટ્રપતિ ભવનનું નિવેદન આવ્યું સામે, જુઓ શું કહ્યું

રાષ્ટ્રપતિના સંસદમાં મીડિયા સમક્ષના સંબોધન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, &l

સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિ મુર્મુ પરની ટિપ્પણી અંગે રાષ્ટ્રપતિ ભવનનું નિવેદન આવ્યું સામે, જુઓ શું કહ્યું

રાષ્ટ્રપતિના સંસદમાં મીડિયા સમક્ષના સંબોધન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, “કોંગ્રેસ પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓએ એવી ટિપ્પણીઓ કરી છે જે સ્પષ્ટપણે ઉચ્ચ પદની ગરિમાને નબળી પાડે છે, અને તેથી તે અસ્વીકાર્ય છે. આ નેતાઓએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ અંતમાં ખૂબ થાકી ગયા હતા અને તેઓ ભાગ્યે જ બોલી શકતા હતા. રાષ્ટ્રપતિ ભવન સ્પષ્ટ કરવા માંગે છે કે સત્યથી દૂર કંઈ હોઈ શકે નહીં. રાષ્ટ્રપતિ ક્યારેય થાકેલા દેખાતા નહોતા. કોઈ પણ સંજોગોમાં, આવી ટિપ્પણઓ દુર્ભાગ્યપૂર્ણ છે અને સંપૂર્ણપણે ટાળી શકાય છે”

સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રતિક્રિયા આપતા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને Poor Lady કહીને ટિપ્પણી કરી હતી.

આ પછી, સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધન અંગે કહ્યું કે આ ખોટા વચનો છે. જે બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક ગણાવ્યું. આના પર સોનિયા ગાંધી કહે છે કે Poor Lady... રાષ્ટ્રપતિ અંતે ખૂબ થાકી ગયા હતા.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓની ટિપ્પણીઓએ આ ટોચના પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે.”

2025-26ના બજેટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીની ટિપ્પણી પર રાજકીય હોબાળો મચી ગયો છે. હવે રાષ્ટ્રપતિ ભવને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે (31 જાન્યુઆરી 2025) રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓની ટિપ્પણીઓએ આ ટોચના પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે."

તમને જણાવી દઈએ કે સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને તેના દ્વારા લાવવામાં આવેલા ફેરફારો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે લોન અને વીમો દરેક માટે સરળ બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે અમારી સરકાર સતત મિશન મોડમાં કામ કરી રહી છે, જેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. વિદેશથી મોટા પાયે રોકાણ આવી રહ્યું છે અને તેના કારણે દેશના યુવાનોને રોજગારની તકો મળી રહી છે. પોતાના સંબોધનમાં, તેમણે બંધારણ અપનાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થવાને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

કોંગ્રેસ આદિવાસી વિરોધી - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસને આદિવાસી વિરોધી ગણાવી. X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું, "ભાજપના કાર્યકરો દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે 'ગરીબ' શબ્દના ઉપયોગની અમે નિંદા કરીએ છીએ. કોંગ્રેસ આ જાણી જોઈને કરે છે, જે તેની ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી વિચારસરણી દર્શાવે છે. પાર્ટીએ નમ્રતા દાખવવી જોઈએ. રાષ્ટ્રપતિ અને ભારતના આદિવાસી સમુદાયોની બિનશરતી માફી મંગાવી જોઈએ."

આ સમાચાર શેર કરો