Video: પુણેમાં NDAની પાસિંગ આઉટ પરેડમાં રાજનાથ સિંહ ઉપસ્થિત

સોર્સ: gstv

મહારાષ્ટ્રના પુણેના ખડકવાસલા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડમી કેમ્પસમાં 151મા કોર્સની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમ પૂર્ણ કરનારા કેડેટ્સે શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે એકેડમી કેમ્પસમાં ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. કેડેટ્સની તાલીમ પૂર્ણ થવાના અવસરે આ ઔપચારિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત